રામાયણની ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ (અંગ્રેજી અનુવાદ સાથે)
- તુષાર જ. અંજારિયા (Tushar J. Anjaria)
અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે
Scroll Down to Read English Translation of these Gujarati Stories
મહર્ષિ વાલ્મિકી એમનું રચિત
રામાયણ હનુમાનજીને બતાવવા ગયા ત્યારે એમણે પર્વતમાળા પર હનુમાનજીએ રચેલ રામાયણ
વાંચ્યું. વાલ્મિકીને લાગ્યું કે એમના રામાયણ કરતાં હનુમાનજીએ રચેલ રામાયણ
ચઢિયાતું છે. આથી એમને લાગ્યું કે એમણે રચેલ રામાયણની કોઈ નોંધ નહીં લેવાય. આ
જાણીને હનુમાનજીએ એમનું પોતાનું રચેલ રામાયણ ફેંકી દીધું. આ જોઈ વાલ્મિકી મૂંઝવણમાં
મુકાઇ ગયા. એમણે કહ્યું કે હનુમાનજીની કીર્તિનું વર્ણન કરવા તેઓ ફરી જન્મ લેવાનું
પસંદ કરશે.
રામના રાજયાભિષેક વખતે
લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા. આનાથી બધા અકળાતા હતા. રામે આવું કરવાનું કારણ
પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ૧૪ વર્ષ સુધી એણે નીંદરને પરાસ્ત કરી છે પણ
હવે નિદ્રાદેવી એની ઉપર કાબુ લઇ રહ્યાં છે! આથી તે નિદ્રાદેવીને વિનંતી કરી રહ્યો
છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો રાજયાભિષેક જોઈ શકે.
શિવને પ્રસન્ન કરવા હવે રાવણે
પોતાની નસ ખંચી કાઢી અને શિવની સ્તુતિ કરી. શિવે એને મુક્ત કર્યો અને એક તલવાર ભેટ
આપી. શિવજીએ એને રાવણ એવું નામ આપ્યું જેનો અર્થ થાય છે "બિહામણી ગર્જના કરતી
વ્યક્તિ".
લંકા પહોંચવા સમુદ્ર ઓળંગવા
માટે ભગવાન રામ સમુદ્ર ઉપર સેતુ બાંધી રહ્યા હતા. ભગવાન વિશ્વકર્માએ નલ અને નીલને
આ કાર્ય માટે તાલીમ આપી હતી. નલ અને નીલ વાનરોની મદદથી સેતુ બાંધી રહ્યા હતા. આ
વખતે એક ખિસકોલી પણ એમને મદદરૂપ થવા જઈ પહોંચી. ખિસકોલી સેતુ બાંધવા સમુદ્રની રેતી
લઇ જતી હતી. આ જોઇને વાનરો હસવા લાગ્યા. આટલા નાના જીવની પોતાના પ્રત્યેની આવી
ભક્તિ જોઇને રામે એની પીઠ પંપાળી. ત્યારથી ખિસકોલીની પીઠ ઉપર સફેદ પટ્ટા પડી ગયા
છે જે ભગવાન રામની આંગળીઓના નિશાન છે!
તેમ છતાં રાવણનું ધ્યાન દેવોને પ્રસન્ન કરવા યજ્ઞમાં જ હતું. આથી મંદોદરીએ એને મદદ માટે આજીજી કરી. મંદોદરીએ એને ટોણો માર્યો કે રામ એમની પત્ની માટે શું કરે છે તે જુવો! (રામે તો સીતા માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું). આથી રાવણ યજ્ઞ છોડવા મજબુર બન્યો. આમ એનો યજ્ઞ પૂરો ન થયો અને યજ્ઞ કરી રામને હરાવવાની એની ઈચ્છા ન ફળી.
રામ પહેલાં લક્ષ્મણનો દેહાંત
થાય એ જરૂરી હતું કારણકે લક્ષ્મણ શેષનાગના અવતાર ગણાય છે આથી એમણે વિષ્ણુની સેવા
કરવા વિષ્ણુના અવતાર રામ કરતાં પહેલાં વૈકુંઠમાં પહોંચવું પડે.
નાગરાજાએ હનુમાનજીને કહ્યું
કે કાળચક્રમાં જયારે પણ ભગવાન વિષ્ણુના અવતાર રામનું અવતાર કાર્ય પૂરું થાય અને
એમના દેહાંતનો સમય આવે ત્યારે તેઓ એમની વીંટી આવી રીતે પાતાળમાં નાંખે છે. જેથી
રામના પરમ ભક્ત હનુમાનનું ધ્યાન બીજે દોરવાઈ જાય. આથી હનુમાનજી સમજી ગયા કે રામે
વૈકુંઠ પાછા જવા માટે પોતાની સાથે આવી યુક્તિ કરી છે.
રામાયણ યુગના વિષ્ણુના અવતાર
રામનો મહાભારત યુગમાં કૃષ્ણ તરીકે પુનર્જન્મ થયો. વાલીનો જન્મ જરા નામના પારધી
તરીકે થયો. જરા આકસ્મિક રીતે જ કૃષ્ણના મૃત્યુનું કારણ બન્યો. પીપળાના ઝાડ નીચે પગ ટેકવીને
સુતેલા કૃષ્ણને એણે દુરથી તીર માર્યું જે કૃષ્ણના પગની પાની વીંધીને કૃષ્ણની છાતીમાં
વાગ્યું. આમ રામનું વાલી પ્રત્યેનું ઋણ ચૂકતે થઇ ગયું!
ENGLISH TRANSLATION OF ABOVE GUJARATI STORIES
Laxman had complained that since he is born as the
younger brother of Ram, he has to obey all commands of Ram. His wish to be the
elder brother was fulfilled when later he was born as Balram, the elder brother
of Lord Krishna.
Maharshi Vashishta,
the Guru of Raghu dynasty named king Dashrath’s eldest son Ram. He explained
that the name 'Rama' is made up of two beej aksharas (alphabetical seeds): Agni
beej (seed) ‘Ra’ and Amrut beej (seed) ‘Ma’. Agni beej energizes the soul, mind
and body. Amrut beej invigorates the prana shakti (life force) in all the body.
There are 24 letters in the Gayatri Mantra and there are 24,000 Shlokas (Stanza) in the Valmiki Ramayana. The first letter of every 1000th Shloka together of the Ramayana forms the Gayatri Mantra. While the Gayatri Mantra has been actually first mentioned in the Rig Veda, it has this miraculous significance with the Ramayana.
During Ram’s coronation, Laxman kept smiling. This upset
everyone. When Ram asked him why he is doing so, Laxman explained that all 14
years, he has defeated sleep but now Nidra Devi (Goddess of Sleep) is controlling
him! He is asking her to give him just few more moments so he can see Ram’s
coronation.
To please Shiva now, Ravan plucked out his nerves and played Shiva’s praise to which Shiva released him and gifted him a sword and gave him the name Ravan, which means “the one with terrifying roar”.
After Ram became the king of Ayodhya, once Sita was
applying vermilion (kumkum) to her forehead. Curious Hanuman asked her the
reason for this. Sita explained that it was a
ritual that would
result into a longer and a healthier life for Ram. Hanuman, a great devotee of
Lord Ram, applied kumkum over his entire body for a longer and healthier life
for Ram! Hence he turned completely orange! Bajrang means
orange and thus Hanumanji became Bajrangbali!
The
arrows from lord Ram's bow did not have any effect on Hanuman. Chanting Ram
name was protecting Hanumanji. Lord Ram then gave up and sage Vishwamithra
relieved Ram of his word seeing the devotion and courage of Hanuman and gave
Hanuman the name "Veer Hanuman".
- તુષાર જ. અંજારિયા (Tushar J. Anjaria)
અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે
Scroll Down to Read English Translation of these Gujarati Stories
રામનો જન્મ
રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલાં દશરથ રાજા અને
એમની પટરાણી કૌશલ્યાને શાંતા નામની એક દીકરી હતી. કૌશલ્યાની મોટી બહેન વર્ષિણી અને
એના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન નહોતું. રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા
હોવાથી પરમ મિત્રો હતા. એક વખત વર્ષિણી અયોધ્યામાં હતી ત્યારે એણે દશરથ સાથે
મજાકમાં જ એક સંતાનની માંગણી કરી. દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી
શાંતા દત્તક આપશે. રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગદેશના રાજા અને
એમના મિત્ર રોમપદ રાજાને પુત્રી શાંતા દત્તક આપી.
સમય વીતતાં શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ. એક દિવસ
એ રોમપદ રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે વર્ષા
ઋતુ દરમ્યાન ખેતી માટે રોમપદ રાજા પાસે મદદ માંગી. રોમપદ પોતાની પુત્રી શાંતા સાથે
વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમણે બ્રાહ્મણની અવગણના કરી. આથી
બ્રાહ્મણ એમનું રાજય છોડી જતો રહ્યો. પોતાના આ બ્રાહ્મણ ભકતનું આવું અપમાન થયેલું
જોઇને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઇ ગયા. એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું
એટલે એ વર્ષા ઋતુમાં અંગદેશમાં વરસાદ ન પડ્યો.
આ શ્રાપમાંથી મુકત થવા રોમપદે રિશ્યશ્રુંગ ઋષિને વરસાદ
માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ સફળ થતાં, દશરથ અને રોમપદે શાંતાના લગ્ન
રિશ્યશ્રુંગ સાથે કરાવ્યાં.
હજી સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમણે
રિશ્યશ્રુંગને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ બાદ અગ્નિ દેવે દશરથ
રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો જે ખાવાથી રામ અને એમના ભાઈઓના જન્મ થયા.
રામ વિષ્ણુના અવતાર ગણાય છે. ભરત અને શત્રુઘ્ન એમના
સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે. શેષનાગ એ
વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે.
લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશાં રામના
હુકમોનું પાલન કરવું પડતું. આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો. એમની આ ઈચ્છા
પૂરી થઇ જયારે એમણે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ લીધો. કૃષ્ણ વિષ્ણુના
અવતાર ગણાય છે અને બલરામ શેષનાગના અવતાર ગણાય છે.
રામ નામનો અર્થ
રઘુકુળના કુળગુરૂ મહર્ષિ વશિષ્ઠે દશરથ રાજાના
જયેષ્ઠ પુત્રનું નામ રામ પાડ્યું. એમણે સમજાવ્યું કે 'રામ' નામ બે બીજ અક્ષરનું
બને છે - અગ્નિ બીજ 'રા' અને અમૃત બીજ 'મ'. અગ્નિ બીજ આત્મા, મન અને શરીરને ઉદ્દીપ્ત
કરે છે. અમૃત બીજ શરીરમાં પ્રાણ શક્તિ ચેતનવંત
કરે છે.
રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ!
ગાયત્રી મંત્રમાં ૨૪ અક્ષરો છે. વાલ્મીકિ રામાયણમાં
૨૪૦૦૦ શ્લોક છે. રામાયણના પ્રત્યેક ૧૦૦૦ શ્લોકના પ્રથમ અક્ષરને લઇ, સાથે ગોઠવવાથી
ગાયત્રી મંત્ર બને છે! ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો છતાં
રામાયણ સાથેનું એનું આવું ચમત્કારી મહત્વ છે.
હનુમાનજી રચિત રામાયણ
લંકાના યુદ્ધ બાદ હનુમાનજી હિમાલય ગયા. ભગવાન રામ
પ્રત્યેના આદરને લઈને એમણે હિમાલયની પર્વતમાળામાં પોતાના નખ વડે રામ ચરિત - રામાયણ
લખ્યું.
લક્ષ્મણની ૧૪ વર્ષની અનિદ્રા
લક્ષ્મણ જયારે રામ સાથે ૧૪ વર્ષના વનવાસમાં જઈ રહ્યા
હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી. પરંતુ લક્ષ્મણે એને
ઘરે જ રહેવા કહ્યું. વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું.
આથી એમણે નીંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું. એમણે નીંદરની દેવી નિદ્રાની પૂજા
કરી અને પોતાને ૧૪ વર્ષ સુધી નિદ્રામુક્ત કરવા વિનંતી કરી.
નિદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નીંદરનું સંતુલન
જાળવવા માટે એના બદલે બીજા કોઈએ નીંદર લેવી પડશે. આથી લક્ષ્મણે નિદ્રા દેવીને એની
પત્ની ઉર્મિલાને નીંદર આપવા વિનંતી કરી. નિદ્રાદેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને
ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નીંદર લેવા તૈયાર છે? ઉર્મિલા ૧૪ વર્ષ
સુધી સુતાં રહીને રામ,સીતા,લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઇ!
વનવાસના ૧૪ વર્ષ પુરા થયા અને રામનો રાજયાભિષેક થયો તે
દિવસ સુધી ઉર્મિલા સુતાં રહ્યાં. જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ,
રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યો હોત કારણકે મેઘનાદને એવું વરદાન હતું કે
માત્ર "ગુડાકેશ" જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત
કરી હોય એવી વ્યક્તિ.
રાવણના દસ માથાંની કથા
રાવણ એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. એ મહાવિદ્વાન, ઉત્તમ
રાજવી અને વીણા વાદનનો ઉસ્તાદ હતો. વિદ્યા મેળવ્યા બાદ, નર્મદા નદીને કિનારે રાવણે
ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉગ્ર તપ કર્યું. ભગવાનને પ્રસન્ન કરવા રાવણે એનો પોતાનો
શિરચ્છેદ કર્યો. દર વખતે એનો શિરચ્છેદ થતો ત્યારે એનું શિર ફરી આવી જતું. આવું દસ
વખત બન્યું. અંતે શિવજી પ્રસન્ન થયા. રાવણે દસ વખત શિર બલિદાન કર્યું હતું એટલે
શિવજીએ એને દસ માથાં આપ્યાં. હકીકતમાં આ દસ માથાં એટલે રાવણે છ શાસ્ત્રો અને ચાર
વેદ પારંગત કર્યા હતા એ સૂચવે છે.
રાવણે પછી લંકા ઉપર વિજય મેળવ્યો. ત્યાર બાદ એ શિવને
મળવા કૈલાશ ગયો. શિવના રક્ષક નંદીએ એને પ્રવેશ ન આપ્યો. આથી રાવણ ચિડાઈ ગયો અને
એણે નંદીની સતામણી કરી. નંદીએ એને શ્રાપ આપ્યો કે એક વાનર એની લંકાનો નાશ કરશે! પોતાની શિવ પ્રત્યેની સમર્પિતતા સાબિત કરવા રાવણે
કૈલાશ પર્વત ઉંચો કરવા પ્રયત્ન કર્યો. શિવે ગુસ્સે થઈને એમના પગનો અંગુઠો કૈલાશ
ઉપર મુક્યો. રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો. આ એટલું બધું દર્દનાક હતું કે એની
ચીસોથી આખું જગત હલી ઉઠ્યું.
હનુમાનજી બન્યા બજરંગ બલી!
રામ અયોધ્યાના રાજા બન્યા પછી એક દિવસ હનુમાનજીએ
સીતાને લલાટમાં સિંદુર પુરતાં જોયાં. હનુમાનજીએ ઉત્સુકતાથી એમને આ વિષે પૂછ્યું.
સીતાએ એમને કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રી માટે આ એક વિધિ છે જેના થકી એના પતિને
તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય મળે. એટલે કે રામને દીર્ધાયુષ્ય મળે.
હનુમાનજી તો રામના પરમ ભક્ત હતા. આથી એમણે રામના
તંદુરસ્તીભર્યા દીર્ધાયુષ્ય માટે આખા શરીર પર સિંદુર લગાવી દીધું! તેઓ સંપૂર્ણપણે
કેસરી થઇ ગયા! બજરંગ એટલે કેસરી. આથી હનુમાનજી બજરંગબલી કહેવાયા!
હનુમાનજીએ રામ સાથે યુદ્ધ કર્યું!
એક વખત રામના ગુરુ વિશ્વામિત્રએ રામને યયાતિનો વધ કરવા
આદેશ કર્યો. આ જાણીને યયાતિએ હનુમાનજી પાસે મદદ માંગી. યયાતિનો વધ કરવા માટે રામ
આવી રહ્યા છે એ જાણ્યા વગર જ હનુમાનજીએ યયાતિને વચન આપી દીધું કે કોઈ પણ પ્રકારના
સંકટ સામે એનું રક્ષણ કરશે.
આમ, હનુમાનજીએ રામ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું! રામ
તો એમના ગુરુ વિશ્વામિત્રના આદેશનું પાલન કરવા માટે યયાતિ સામે લડતા હતા એટલે એમણે
બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ હનુમાનજીએ એમના ભગવાન રામ સામે કોઈ પણ શસ્ત્રનો
ઉપયોગ ન કર્યો. હનુમાનજી તો યુદ્ધભૂમિમાં રામ નામનું રટણ કરતા ઉભા રહ્યા.
રામ નામ રટતા હનુમાનજી પર
રામના ધનુષમાંથી નીકળતા તીરની કોઈ જ અસર થતી નહોતી. રામ નામનું રટણ જ એમનું રક્ષણ
કરતું હતું. છેવટે રામે નમતું જોખ્યું. ગુરુ વિશ્વામિત્રએ હનુમાનજીની રામ
પ્રત્યેની આવી ભક્તિ અને એમનું શોર્ય જોઇને રામને એમના આદેશમાંથી મુક્ત કર્યા.
એમણે હનુમાનજીને "વીર હનુમાન" એવું નામ આપ્યું.
રામ રાવણ યુદ્ધ માટે શુર્પણખા જવાબદાર બની
રામાયણના ઘણા વૃત્તાંત મળે છે. કેટલાક વૃત્તાંત મુજબ
રાવણની બહેન શૂર્પણખાને (જેનું અસલ નામ મીનાક્ષી હતું) રામ પ્રત્યે આકર્ષણ હોવાથી એ
રામ પાસે ગઈ હતી પરંતુ રામ તો સીતા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એટલે એમણે એને જાકારો
આપ્યો. પરંતુ ઘણા વૃત્તાંત અનુસાર શૂર્પણખા રામના પ્રેમમાં નહોતી પડી.
કેટલાક વૃત્તાંત મુજબ શૂર્પણખા દુષ્ટબુદ્ધિ નામના
રાક્ષસને પરણી હતી. શરૂઆતમાં તો દુષ્ટબુદ્ધિએ રાવણ સાથે સારા સંબંધો રાખ્યા. પણ
પછીથી એ વધારે સત્તા માંગવા માંડ્યો. આથી રાવણે દુષ્ટબુદ્ધિનો વધ કરી નાંખ્યો.
શૂર્પણખા એના પતિના મૃત્યુનો બદલો લેવા માંગતી હતી.
શૂર્પણખાને ખ્યાલ હતો કે રાવણનો વધ કરી શકે એવા શક્તિશાળી તો માત્ર રામ જ છે. આથી
એ રામ અને લક્ષ્મણ પાસે ગઈ. એણે લક્ષ્મણ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એટલે
લક્ષ્મણે એનું નાક કાપી નાંખ્યું. આનાથી ગુસ્સે થયેલા રાવણે સીતાનું અપહરણ કર્યું.
જો શૂર્પણખાએ એના ભાઈ રાવણ
સામે બદલો લેવાનું ન વિચાર્યું હોત તો કદાચ રામ-રાવણ વચ્ચે યુદ્ધ ન થયું હોત!
ભગવાન રામે ખિસકોલીને સફેદ પટ્ટા આપ્યા
રાવણ પરના
વિજયમાં અંગદની મહત્વની ભૂમિકા
લંકાના યુદ્ધમાં માત્ર રાવણ જ રામ અને એમની વાનરસેના સામે યુદ્ધ કરવા હયાત
રહ્યો ત્યારે એણે પોતાના વિજય માટે એક યજ્ઞનું આયોજન કર્યું. રામ જાણતા હતા કે
રાવણ એનો આ યજ્ઞ છોડી ન શકે. રામે વાલીના પુત્ર અંગદને આ યજ્ઞને અપવિત્ર કરી એનો
નાશ કરવા કહ્યું.
અંગદ એની વાનરસેના લઈને રાવણના મહેલમાં ગયો. ત્યાં એમણે હિંસાચાર કરી દીધો.
છતાં રાવણ પર એની કોઈ જ અસર ન થઇ. રાવણનું ધ્યાન દોરવા અને એને યજ્ઞ છોડવા મજબુર
કરવા માટે અંગદ રાવણની પત્ની મંદોદરીને વાળથી પકડીને રાવણ સામે ઢસડી લાવ્યો.
તેમ છતાં રાવણનું ધ્યાન દેવોને પ્રસન્ન કરવા યજ્ઞમાં જ હતું. આથી મંદોદરીએ એને મદદ માટે આજીજી કરી. મંદોદરીએ એને ટોણો માર્યો કે રામ એમની પત્ની માટે શું કરે છે તે જુવો! (રામે તો સીતા માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું). આથી રાવણ યજ્ઞ છોડવા મજબુર બન્યો. આમ એનો યજ્ઞ પૂરો ન થયો અને યજ્ઞ કરી રામને હરાવવાની એની ઈચ્છા ન ફળી.
લક્ષ્મણનો દેહાંત
સીતા ધરતીમાં સમાઈ ગયાં પછી રામને લાગ્યું કે ધરતી
પરનું એમનું અવતાર કાર્ય સમાપ્ત થયું હોવાથી વૈકુંઠમાં પાછા ફરવાનો વખત આવી ગયો
છે. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં
આવવા દે.
હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની
વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઇ આવવા કહ્યું. હનુમાનજી ગયા
એટલે રામે યમને બોલાવ્યા. યમે એવી શરત મૂકી કે એમની અને રામ વચ્ચેની વાતચીત ગુપ્ત
રહેવી જોઈએ. જો કોઈ એમની વાતચીતમાં અવરોધ કરે તો રામે એ વ્યક્તિનો વધ કરવો. આથી
રામે લક્ષ્મણને દ્વાર પર પહેરો ભરવા કહ્યું. કોઈ પણ એમની અને યમ વચ્ચેની વાતચીતમાં
અવરોધ કરવા ન આવે એની ખાતરી રાખવા કહ્યું.
દરમ્યાનમાં દુર્વાસા ઋષિ રામને મળવા આવ્યા. લક્ષ્મણે
એમને મળવા ન દીધા. એમણે ચેતવણી આપી કે જો રામને મળવા નહીં દે તો એ અયોધ્યાને શ્રાપ
આપી દેશે. દુર્વાસાના ક્રોધથી તો સૌ ડરે. આથી આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે
રામ સાથે જઈને આ વાત કરવી જોઈએ.
આમ લક્ષ્મણે રામ અને યમની વાતચીતમાં અવરોધ કર્યો.
રઘુકુળની તો એવી પરંપરા છે કે પ્રાણના ભોગે પણ વચન પાલન કરવું જ. રામે યમને એવું
વચન આપ્યું હતું કે એમના વચ્ચેની વાતચીતમાં કોઈ અવરોધ કરશે તો એનો વધ કરશે. આથી
રામે આપેલા વચનનો અમલ કરવા લક્ષ્મણે જાતે જ સરયુ નદીમાં જઈને પ્રાણ ત્યાગ કર્યો.
રામનો દેહાંત
લક્ષ્મણના દેહાંત બાદ વૈકુંઠ પાછા જવા માટે રામનો સમય થઇ ગયો હતો.રામ જાણતા
હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે. હનુમાનજીનું
ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને
એ વીંટી લઇ આવવા કહ્યું.
હનુમાનજીએ નાગલોકમાં પહોંચીને નાગરાજાને રામની વીંટી
વિષે પૂછ્યું. નાગરાજાએ રામની વીંટીઓ રાખેલી એક તિજોરી બતાવી. રામની આટલી બધી વીંટીઓ
જોઇને હનુમાનજી તો ડઘાઈ જ ગયા.
વાનરરાજ સુગ્રીવના મોટાભાઈ વાલીને એવું વરદાન હતું કે
એની સાથે જે કોઈ દ્વંદ્વયુદ્ધ કરે એની અડધી શક્તિ વાલીને મળી જાય. એક વાર રાવણે
અજેય વાલીને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યો. ક્રોધિત વાલીએ રાવણને એના માથાથી ઢસડીને
આખી પૃથ્વી ફરતે ફેરવ્યો અને એની પાસે હાર કબુલાવી.
વાલીએ બળજબરી પૂર્વક સુગ્રીવની પત્ની અને એનું રાજય
કિસ્કીંધા પડાવી લીધાં. સુગ્રીવ એનું રાજય છોડીને ભાગ્યો અને વાનરવીર હનુમાનને
મળ્યો. દરમ્યાનમાં, વનમાં સીતાને શોધી રહેલા રામે કદંબ નામના રાક્ષસનો વધ કર્યો.
રામ દ્વારા મૃત્યુ મળતાં કદંબ શ્રાપમુક્ત થયો. એણે રામને સીતાની શોધ માટે
સુગ્રીવની મદદ લેવા જણાવ્યું.
રામ સુગ્રીવને મળ્યા ત્યારે એણે રામ પાસે પોતાને
વાલીથી બચાવવા મદદ માંગી. રામે વાલીનો વધ કરવા નક્કી કર્યું.
વાલી અને સુગ્રીવ દ્વંદ્વયુદ્ધ કરી રહ્યા હતા ત્યારે
રામે ઝાડ પાછળ છુપાઈને વાલી પર પ્રહાર કર્યો. ક્રોધિત વાલીએ રામ પર આક્ષેપ કર્યો
કે રામે એને દ્વંદ્વયુદ્ધ માટે લલકાર્યા વગર દગો કર્યો છે. રામે એને કહ્યું કે જો
કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો સદાચારી માણસની ફરજ છે કે એને સજા કરે. રામ એ
પણ જાણતા હતા કે એમણે યુદ્ધના નિયમનો ભંગ કરીને વાલીનો વધ કર્યો છે. આથી એમણે
વાલીને વચન આપ્યું કે એમના-વિષ્ણુના બીજા અવતારમાં વાલી એમના મૃત્યુ માટે નિમિત્ત
બનશે અને એ રીતે આ ઘટનાનો બદલો લેશે.
ENGLISH TRANSLATION OF ABOVE GUJARATI STORIES
Interesting (Less Known) Stories from Ramayan
Ram’s Birth
Before Ram and his brothers were born, King Dashratha and his first wife
Kaushalya had a daughter named Shanta. Kaushalya’s elder sister Vershini and
her husband king Rompad had no child. Rompad was king Dashrath’s great friend
as they studied in same Ashram. Once, when Vershini was in Ayodhya, she joked with
Dasharatha asking for a child. Dashratha promised her she can adopt his daughter, Shanta. As the promise of ‘Raghukul’ had
to be kept, Shanta was adopted by Raja Rompad, the king of Angdesh.
The time passed and Shanta became a very beautiful woman. One day she was in a conversation with Raja Rompad.
At this time, a Brahmin came to King Rompad requesting help for cultivation
during the monsoon. Busy in the conversation with his adopted daughter Shanta,
Rompad ignored the Brahmin. The disappointed Brahmin left the kingdom. Lord
Indra, the God of rains, became angry because his Brahmin devotee was insulted.
Lord Indra decided to punish Rompad and hence, it did not rain in the coming
monsoon.
To get free from this curse, Rompad called a Rishi, Rishi Rishyasringa,
to perform a Yagna asking the Lords for rains. The Yagna succeeded. To pay honour to the
Rishi, King Dashratha and King Rompad decided to marry-off Shanta to Rishyasringa.
As Dahsratha had no heir yet, he then called
Rishyasringa to perform a Yagna for him too. After that Yagna, the God of Fire gave prasaad (food offered to deity) to Dashratha
for his wives. Dasharatha’s wives Kaushalya, Kaikeyi and Sumitra ate this
Prasad. Then Ram and his brothers were born.
Ram is considered an incarnation of Vishnu. Bharat and Shatrughan are
considered to be his Sudarshan-Chakra and Conch-Shell. Laxman is considered to
be his Shesh-Naag, Vishnu’s seat in Vaikunth (adobe of Vishnu or Brahmalok).
Meaning of the Name Ram
Ramayana’s
Significance to Gayatri Mantra!
There are 24 letters in the Gayatri Mantra and there are 24,000 Shlokas (Stanza) in the Valmiki Ramayana. The first letter of every 1000th Shloka together of the Ramayana forms the Gayatri Mantra. While the Gayatri Mantra has been actually first mentioned in the Rig Veda, it has this miraculous significance with the Ramayana.
Hanuman’s
version of Ramayan
After the Lanka war Hanumanji went to Himalaya. For his reverence of
Lord Ram, Hanuman etched his version of Ram’s tale on the walls of Himalayas with his
nails.
When Maharshi Valmiki visited Hanuman to
show his version of Ramayana, he saw Hanuman’s Ramayan on the walls. Valmiki
felt sad as he believed
that Hanuman’s Ramayana was superior and so his created version of the
Ramayana would remain unnoticed. Realising this, Hanuman discarded his version.
Taken aback, Valmiki said he would love to be reborn to sing the glory of
Hanuman!
Laxman Remained Sleepless for 14 Years!
When Laxman was leaving for 14 years exile with Ram, his wife Urmila
also wanted to accompany him. But Laxman asked her to stay home. In the forest,
Laxman had to protect Ram and Sita day and night. So he desired to defeat
sleep. He then worshiped the Goddess of Sleep – Nidra – and asked her to relieve him from sleep for the next 14 years.
Nidra told him that someone else must sleep on his behalf to create
balance. So Laxman asked her to consider his wife Urmila for this. Nidra went to the
Ayodhya Palace and asked Urmaila if she would take up Laxman’s sleep. Urmila
was ready to Help by sleeping for 14 years!
Urmila slept for 14 years, till the day of Ram’s
coronation. If Urmila would not have done this, Laxman would never have been able to slay Ravan’s son Meghnad as
Meghnad was
granted a boon that he could only be killed by Gudakesh. Gudakesh means the one who has defeated
sleep!
Ravan’s Ten Heads
Ravan was a great devotee of Lord Shiva. He was a great scholar, an
excellent ruler and a maestro of Veena (a musical instrument). Attaining
education, Ravan underwent a severe penance to please Lord Shiva on the banks
of river Narmada. Willing to please the Lord, Ravan cut his head. Each time
that happened, the head grew back. This continued 10 times. At last Shiva was
pleased. Shiva thus granted 10 heads to Ravan that he sacrificed. In fact these
10 heads indicate the six shastras and the four vedas that Ravan mastered.
After winning over Lanka, Ravan again went to meet Shiva in Kailash. Shiva’s
guard Nandi denied him an entry. This annoyed Ravan and he teased Nandi. Nandi
cursed him that his Lanka would be destroyed by a monkey! To prove his
devotedness to Shiva, Ravan tried to lift Kailash. Angry Shiva placed his toe
on the hill and Ravan’s hand crushed beneath it. This was so painful that his
cry shook the world.
To please Shiva now, Ravan plucked out his nerves and played Shiva’s praise to which Shiva released him and gifted him a sword and gave him the name Ravan, which means “the one with terrifying roar”.
Hanuman became Bajarang Bali
Hanuman Fought Ram!
Once Ram’s Guru sage Vishwamitra ordered him to
kill Yayati. Knowing this Yayati went to Hanuman seeking his help. Hanumanji promised
him that he would save him from any kind of danger without knowing that it was
Lord Ram who was coming to kill him.
Thus Hanumanji had to fight against Ram! Ram was
fighting against Yayati to abide his Guru Vishwamitra’s order so he used
Brahmastra. Hanuman did not use any weapon in his battle against Lord Ram.
Hanuman instead stood chanting Ram's name in the battle field.
Soorpnakha was Behind Ram Ravan War
We have many versions of Ramayan. Some versions of Ramayan mention that Ravan’s
sister Soorpnakha (her real name was Minaxi) approached Ram because she had
attraction towards him, but was rejected as Ram was committed to Sita. But many
other versions of Ramayan mention that Soorpnakha had no romantic interest in
Ram.
Some other versions suggest that Soorpnakha was first married to a demon
Dushtabuddhi. Initially Dushtabuddhi maintained good relations with Ravan but
then he started demanding more power. So Ravan killed Dushtabuddhi. Now
Soorpnakha wanted to take a revenge of her husband’s death. Soorpnakha realised
that Ram could be the only person powerful enough to kill Ravan. So she
approached Ram and Laxman. When she proposed to marry Laxman, he chopped her
nose. This angered Ravan and he abducted Sita.
If Soorpnakha would not have decided to take a
revenge against her brother Ravan, perhaps there might not have been Ram Ravan
battle!
Lord Ram gave
White Stripes to Squirrels
When Lord Ram was building a Setu – bridge to reach
Lanka, a squirrel was helping the monkeys headed by Nal and Neel. They were
trained by Vishawakarma. Seeing a squirrel carry beach
sand for the Setu, some monkeys started laughing! Seeing the tiny creature’s devotion,
Ram cuddled its back. Ever since, squirrels carry
white stripes as the finger signs of Ram!
Angad’s
Role in the Final Victory over Ravan
When only Ravan was left to battle with Ram and his army of monkeys,
Ravan organised a Yagna for his victory. Ram knew that Ravan could not leave
the Yagna. Ram asked Vali’s son Angada to impure and extinguish the Yagna.
Angada went to Ravan’s palace with his group of monkeys. They created
mayhem there but Ravana was indifferent to this. In order to get Ravan’s
attention and make him leave the Yagna, Angad dragged Ravan’s wife Mandodari by
pulling her hair and brought her in front of Ravan.
When Ravan still continued the Yagna, pleasing the
Gods, Mandodari pleaded Ravan to help her. She even taunted to Ravan mentioning
what Ram was doing for his wife! (Ram was fighting Ravan to save Sita). This
made Ravan leave the Yagna and thus he could not finish it. His desire to
defeat Ram did not fulfill.
Laxman’s Death
After Sita went back to Mother Earth, Ram knew that his duties on Earth were over and he decided to return back to Vaikunth. Ram knew this
couldn’t be accomplished as Hanuman won’t allow Yam, the God of Death to meet Ram.
To distract Hanuman, Ram threw his ring in the Paatal (world
below the earth) and asked Hanuman to bring it. While Hanuman was away, Ram invited
Yam. Yam put a condition that the conversation between them must remain private
and if anyone interrupts
the conversation, Ram would kill that person. Ram asked Laxman to guard the
gate to ensure no one came in to interrupt the meeting of Lord Ram and Yam.
In the meantime, sage Durvasa came to meet Ram. Laxman did not allow him
to meet Ram. Durvasa, known for his anger, warned that he would curse Ayodhya
if not allowed to meet Lord Ram. Seeing the situation, Laxman decided to go and
talk to Ram. Thus he interrupted the meeting of Ram and Yam. Raghukul is famous
to keep their promise even at the cost of life. So to fulfil his brother’s
promise, Laxman went to river Saryu and gave up his life.
Laxman’s death before Ram’s was necessary as he is
known as the incarnation of Shesh-Naag (the seat of Vishnu) and so he had to
return to Vaikunth before Ram, the incarnation of Vishnu returned to Vaikunth.
Ram’s Death
After Laxman, it was time for Ram to return back
to Vaikunth. Ram knew that Hanuman wouldn't allow God of Death Yam to enter
Ayodhya to take Ram. To distract
Hanuman, Ram threw his ring in the Paatal (world below the earth) and
asked Hanuman to bring it.
Hanuman
reached the land of serpents and asked the King for Ram's ring. The king showed
Hanuman a vault filled with Ram’s rings. Hanuman was shocked to see this. The
king told Hanuman that when in the cycle of time, Ram – the incarnation of Lord
Vishnu is to die he drops a ring down the crack so that Hanuman – the true
devotee of God can be diverted from his guard. With this, Hanuman knew that Ram
has played a trick with him so he can return back to Vaikunth.
Ramayana’s
Vali Reborn as Jara in Mahabharat
Vali, the elder brother of Sugreev had a boon that whosoever engaged in
a combat with him would lose half of his strength to Vali. Once invincible Vali
was challenged by Ravan for a combat. Enraged Vali, grabbed Ravan by his head
and took him round the world, making Ravan accept his defeat.
Vali took over Sugreev’s wife and the kingdom of Kishkinda forcefully.
Sugreev fled the kingdom and met Hanuman for help. In the mean time, Ram killed
a demon named Kadamb in the forest while searching for Sita. Kadamb became
curse-free by getting death by Ram. He asked Ram to meet Sugreev to get help to
search Sita.
When Ram met Sugreev, he requested Ram to save him from Vali. Ram
decided to kill Vali.
Ram shot Vali from behind the tree so Vali alleged that Ram had betrayed him as he didn’t
challenge Vali for a combat. To this, Ram explained that if someone misbehaves with
a woman, it is the duty of a righteous man to punish him. However Ram also knew
that he has killed Vali against the rule of battle. So Ram promised Vali that
in his next life, he would become the reason of Vishnu’s death and thus take
revenge of this incident.
Ram, the incarnation of Vishnu in the Ramayan era
was reborn as Krishna in the Mahabharat era and Vali was reborn as Jara, the
hunter. Jara accidently became the cause of Krishna’s death. Thus Ram’s debt to
Vali was balanced!
No comments:
Post a Comment