Pages

વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન - વિજ્ઞાન કથાઓ વિજ્ઞાન બાળ વાર્તાઓ સામાન્ય જ્ઞાન

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં રહેલી આધુનિક વિજ્ઞાનની હકીકતો (અંગ્રેજી અનુવાદ સાથે)


- તુષાર જ. અંજારિયા (Tushar J. Anjaria)

અંગ્રેજી અનુવાદ નીચે આપેલ છે
Scroll Down to Read English Translation

ખગોળ વિજ્ઞાન

પૃથ્વીની ગતિ

ઋગ્વેદ ૧૦.૨૨.૧૪

“આપણી પૃથ્વી હાથ, પગ વિનાની હોવા છતાં ગતિશીલ છે. પૃથ્વી પરના તમામ પદાર્થ પણ એની સાથે જ ફરે છે. પૃથ્વી, સૂર્યની ફરતે ફરે છે”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, પૃથ્વી સૂર્ય ફરતે ફરે છે એવો ઉલ્લેખ છે.

ઋગ્વેદ ૧૦.૧૪૯.૧

“સૂર્યએ પૃથ્વી અને અન્ય ગ્રહોને આકર્ષણ વડે બાંધી રાખ્યા છે અને તેમને પોતાની ફરતે એવી રીતે ફેરવે છે કે જેવી રીતે અશ્વને તાલીમ આપનાર, તાલીમ લઇ રહેલા અશ્વોની લગામ પકડી એમને પોતાની ફરતે ફેરવે છે.”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, પૃથ્વી અને અન્ય ગ્રહો તરફના સૂર્યના ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ છે. તેમજ ગ્રહો સૂર્યની ફરતે ફરે છે એવો ઉલ્લેખ છે.


ગુરુત્વાકર્ષણ બળ

ઋગ્વેદ ૮.૧૨.૨૮

"ઓ ઇન્દ્ર! ગુરુત્વાકર્ષણ અને આકર્ષણ - પ્રકાશ અને ગતિના ગુણધર્મ ધરાવતા આપના કિરણોનો ઉપયોગ કરી, આપની આકર્ષણ શક્તિ દ્વારા આ બ્રહ્માંડને નિયમબદ્ધ રાખો"

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, બ્રહ્માંડના ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ છે.

ઋગ્વેદ ૧.૬.૫, ઋગ્વેદ ૮.૧૨.૩૦

“ઓ ઈશ્વર, આપે આ સૂર્યનું સર્જન કર્યું છે. આપ અમર્યાદ શક્તિ ધરાવો છો. આપ સૂર્ય અને અન્ય ગ્રહોનો આધાર છો અને આપની આકર્ષણ શક્તિ દ્વારા તેમને સુસ્થિત રાખો છો”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, બ્રહ્માંડના ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ છે.

યજુર્વેદ ૩૩.૪૩

“સૂર્ય અવકાશમાં એની પોતાની કક્ષામાં ફરે છે અને આકર્ષણ બળ દ્વારા એની સાથે પૃથ્વી જેવા અવકાશી પદાર્થોને ફેરવે છે”

Ø યજુર્વેદના આ શ્લોકમાં, સૂર્યના પૃથ્વી અને અન્ય ગ્રહો તરફના ગુરુત્વાકર્ષણ બળનો અને ગ્રહો સૂર્યની ફરતે ફરે છે એનો ઉલ્લેખ છે.

ઋગ્વેદ ૧.૩૫.૯

“સૂર્ય એની પોતાની કક્ષામાં ફરે છે પરંતુ પૃથ્વી અને અન્ય અવકાશી પદાર્થોને આકર્ષણ બળ થકી એવી રીતે નિયંત્રણમાં રાખે છે કે જેથી તેઓ એક બીજા સાથે ટકરાઈ ન જાય”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, સૂર્યના પૃથ્વી અને અન્ય અવકાશી ગ્રહો તરફના ગુરુત્વાકર્ષણ બળનો અને ગુરુત્વાકર્ષણ બળ થકી સૂર્ય આ પદાર્થોને નિયંત્રણમાં રાખે છે એવો ઉલ્લેખ છે.

ઋગ્વેદ ૧.૧૬૪.૧૩

“સૂર્ય એની કક્ષામાં ફરે છે અને આ કક્ષા પણ ગતિશીલ છે. પૃથ્વી અને અન્ય અવકાશી પદાર્થો સૂર્ય ફરતે એના ગુરુત્વાકર્ષણ બળને લીધે ફરે છે કારણકે સૂર્ય એમના કરતાં ભારે છે”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં એવો ઉલ્લેખ છે કે ગ્રહો સૂર્ય ફરતે એના ગુરુત્વાકર્ષણ બળને લીધે ફરે છે કારણકે સૂર્ય એમના કરતાં ભારે છે, એટલે કે ભારે પદાર્થોના હલકા પદાર્થો પ્રત્યેના ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ છે.

અથર્વવેદ ૪.૧૧.૧

“સૂર્યએ પૃથ્વી અને અન્ય ગ્રહોને નિયંત્રણમાં રાખ્યા છે”

Ø અથર્વવેદના આ શ્લોકમાં, સૂર્યના પૃથ્વી અને અન્ય ગ્રહો તરફના ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ છે.


ચંદ્રનો પ્રકાશ

ઋગ્વેદ ૧.૮૪.૧૫

"ગતિ કરતો ચંદ્ર હંમેશાં સૂર્ય પાસેથી પ્રકાશનું કિરણ મેળવે છે"

Ø ઋગ્વેદના આ શ્લોકમાં એવો ઉલ્લેખ છે કે ચંદ્ર સ્વયં પ્રકાશીત નથી પરંતુ સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે.

ઋગ્વેદ ૧૦.૮૫.૯

“ચંદ્રએ લગ્ન કરવાનું નક્કી કર્યું. દિવસ અને રાત એના લગ્નમાં ઉપસ્થિત રહ્યા. સૂર્યએ એની પુત્રી 'સૂર્યકિરણ' ચંદ્રને ભેટમાં આપી”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, ચંદ્રની પખવાડીક ચંદ્રકળાનો અને તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવે છે એનો ઉલ્લેખ છે.


સૂર્ય ગ્રહણ

ઋગ્વેદ ૫.૪૦.૫

“ઓ સૂર્ય! તેં જેને તારો પ્રકાશ ભેટ આપ્યો છે એ ચંદ્ર દ્વારા તું અવરોધાય છે ત્યારે અચાનક અંધકાર થતાં પૃથ્વી ગભરાઈ જાય છે”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, સૂર્ય ચંદ્ર દ્વારા અવરોધાતાં પૃથ્વી પર અંધકાર થાય છે, એટલે કે સૂર્ય ગ્રહણ થાય છે એવો ઉલ્લેખ છે.


ધૂમકેતુ

ઋગ્વેદ ૫.૧૧.૩

“અત્યંત તેજસ્વી ધૂમકેતુ સૂર્યમાંથી જન્મે છે. તેના સંપર્કમાં આવતા અન્ય પ્રભાવશાળી બળો તેની શક્તિ વધારે છે. આકાશને આંબતો આ સૂચી અગ્નિનો ધુમાડો ધૂમકેતુની રચના કરે છે”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, ધૂમકેતુ ની રચનાનો ઉલ્લેખ છે.


વાતાવરણ બહારના કિરણો

વેદોમાં પૃથ્વીના વાતાવરણની બહારથી આવતા કિરણોનો ઉલ્લેખ છે. વાયો સમૂહના કિરણો એટલે ઉષ્ણ કિરણો, મરુત સમૂહના કિરણો એટલે ચુંબકીય બળ, રીભુ સમૂહના કિરણો એટલે સૌર કિરણો


અવકાશમાં રજકણો

વેદોમાં 'રજસ' શબ્દ રજ-ધૂળ માટે વપરાયો છે. આ સુક્ષ્મ કણો અવકાશમાં હોય છે. આ કણો વર્ણવવા "પાંસુ" શબ્દ પણ વપરાયો છે. યજુર્વેદ અને ઋગ્વેદમાં અસંખ્ય કણો ધરાવતા બ્રહ્માંડ માટે "પાંસુરે" શબ્દ વપરાયો છે




ભૌતિક વિજ્ઞાન

ટેલીગ્રાફી (તારયંત્રનું વિજ્ઞાન)

ઋગ્વેદ ૧.૧૧૯.૧૦

“ધ્રુવીય બળોનો સહારો લઇ, તારે વીજશક્તિના પ્રબળ વાહક તાર યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. તે લશ્કરી કાર્યવાહીમાં ઘણું ઉપયોગી છે પરંતુ તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, લશ્કરી કાર્યવાહીમાં ટેલીગ્રાફી (તારયંત્ર)ના ઉપયોગનો ઉલ્લેખ છે.

વહાણ

ઋગ્વેદ ૧.૪૬.૮

“ઓ રાજા અને વૈજ્ઞાનિક, તમારી બંને પાસે સમુદ્રનાં અત્યંત ભારે વહાણો છે જેનાથી સંપત્તિ અને જ્ઞાન તમારી પાસે આવે છે”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, વહાણનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે.

ઋગ્વેદ ૧.૧૧૬.૫

“ઓ રાજા અને વૈજ્ઞાનિક, અગાધ સમુદ્રમાં તમે અસંખ્ય હલેસાંવાળા વહાણ મારફતે લોકોને એમના ઘરે પહોંચાડીને ખુબ જ પરાક્રમી કાર્ય કરો છો”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, વહાણના ઉપયોગનો ઉલ્લેખ છે.


વિમાન

ઋગ્વેદ ૨.૪૦.૩

ઓ રાજા અને વિદ્વાન, તમે લોકોના ભલા માટે કાર્ય કરો છો અને એમના લાભ માટે વિમાન આપો છો જે સાત ચક્રવાળું છે અને સમગ્ર પૃથ્વી અને અવકાશનું માપ લઇ શકે છે. તે ગમે ત્યાં જઈ શકે છે. તે હકીકતમાં તો મનની કરામતનું સર્જન છે

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, વિમાનનો ઉલ્લેખ છે.

ઋગ્વેદ ૧.૧૧૮.૧

“ઓ રાજા અને વૈજ્ઞાનિક, તમારી પાસેનું વિમાન બાજ પક્ષીના આકારનું છે, આરામદાયક છે, માનવીના મન કરતાંય વેગીલું છે, ત્રણ યંત્રોવાળું છે, અહીં-તહીં ફરે છે અને પવનની જેમ વહી શકે છે. તમે લોકોની જરૂરીયાત પૂરી પાડો”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, વિમાનનો ઉલ્લેખ છે અને એનું વર્ણન કર્યું છે.


ઋગ્વેદ મંત્રો ૧.૧૧૬.૩, ૧.૧૧૬.૪, ૧૦.૬૨.૧, ૧.૧૧૬.૫, ૧.૧૧૬.૬, ૧.૩૪.૨, ૧.૩૪.૭ અને ૧.૪૮.૮માં વહાણ અને વિમાનની રચનાનો ઉલ્લેખ છે. સ્વામી દયાનંદે એમના પુસ્તક "વેદોનો પરિચય" (૧૮૭૬)માં આના વિષે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. ભારતની ખ્યાતનામ વૈજ્ઞાનિક સંસ્થા બેંગ્લોરની આઈ.આઈ.એસ.સી.ના વૈજ્ઞાનિકોનો પણ એવો નિષ્કર્ષ છે કે ઋગ્વેદમાં આપેલી અને સ્વામી દયાનંદે સમજાવેલી આ રચના ખરેખર શક્ય છે.


પ્રકાશ

ઋગ્વેદ મંત્ર ૧.૫૦.૪માં પ્રકાશના તીવ્ર વેગનો ઉલ્લેખ છે. આ મંત્રમાં એવું જણાવ્યું છે કે સૂર્યપ્રકાશ ક્ષણવારમાં જ વિશ્વમાં ફેલાઈ જાય છે

ઋગ્વેદ મંત્ર ૮.૭૨.૧૬માં સૂર્યપ્રકાશના સાત કિરણોનો ઉલ્લેખ છે જે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ એ સાત રંગો છે


ઊર્જા

ઋગ્વેદ ૧.૧૬૪.૧૩

બ્રહ્માંડના ચક્રમાં પાંચ તત્વો આરાની જેમ જોડાયેલા છે. તે ગતિમાન છે અને તમામ વિશ્વો તેના નિયંત્રણમાં છે. આ ચક્રની ધરી ઘણો જ ભાર વહન કરે છે છતાં તે ગરમ થતી નથી તેમજ તે તૂટી પડતી નથી કારણકે તેને શાશ્વત કાર્ય રૂપી પ્રતિકારક શક્તિનો સહારો છે. તે અનાદીકાળથી ફરતું રહે છે”

Ø ઋગ્વેદના આ શ્લોકમાં, ઊર્જા એ પાંચ તત્વો (વાયુ, અગ્નિ, પૃથ્વી, જળ અને આકાશ)નો ગુણધર્મ છે એવો ઉલ્લેખ છે.



રસાયણ વિજ્ઞાન

પાણીનું બંધારણ

ઋગ્વેદ ૧.૨.૭

હું આ પ્રક્રિયામાં મિત્ર (એટલે કે હાઈડ્રોજન વાયુ) અને વરુણ (એટલે કે ઓકસીજન વાયુ)નો ઉપયોગ કરું છું. મિત્ર (હાઇડ્રોજન) શુદ્ધ છે, સારું શુદ્ધિકરણ કરનાર છે અને ઉચ્ચ તાપમાન ધરાવે છે. વરુણ (ઓકસીજન) અશુદ્ધ ધાતુઓનો ક્ષય કરે છે. તે બંને ભેગા થઈને પાણીનું બંધારણ કરે છે”

ઋગ્વેદ ૭.૩૩.૭

“બે પદાર્થોના સંયોજનથી પાણી બનાવવાની ઈચ્છા ધરાવનારે, ઉચ્ચ તાપમાન ધરાવતા શુદ્ધ હાઇડ્રોજન વાયુ અને 'રીસધ'નો - એટલે કે અશુદ્ધ ધાતુઓનો ક્ષય દુર કરવાનો ગુણધર્મ ધરાવતા ઓક્સીજન વાયુ લઇને, એના સંયોજનથી પાણી બનાવવું”

Ø ઋગ્વેદના આ મંત્રોમાં, હાઇડ્રોજન અને ઓક્સીજનના સંયોજનથી પાણી બનાવવાનો ઉલ્લેખ છે. હાઇડ્રોજન અને ઓક્સીજનના ગુણધર્મો પણ વર્ણવ્યા છે.



જીવ વિજ્ઞાન

ઐતેરેય ઉપનિષદના શ્લોક ૧.૧.૩માં, જીવનો ઉદભવ પાણીમાં થયો હતો એવો ઉલ્લેખ છે.

ઐતેરેય ઉપનિષદના શ્લોક ૧.૧.૪માં ગર્ભના વિકાસનું વર્ણન છે. એમાં વર્ણન છે કે ગર્ભમાં સૌપ્રથમ મુખ બને છે, પછી નાક, પછી આંખ, પછી કાન, પછી હૃદય, પછી ગર્ભનાળ, પછી પ્રજનન અંગો બને છે. આધુનિક વિજ્ઞાન, અહીં વર્ણવ્યા મુજબના ક્રમમાં ગર્ભનો વિકાસ થાય છે એ બાબતનો સ્વીકાર કરે છે.



ગણિત

અથર્વવેદ ૫.૧૫.૧ થી ૫.૧૫.૧૧

“જો અમે એક કે દસ, બે કે વીસ, ત્રણ કે ત્રીસ, ચાર કે ચાલીશ, પાંચ કે પચાસ, છ કે સાહીઠ, સાત કે સિત્તેર, આઠ કે એંશી, નવ કે નેવું, દસ કે સો, સો કે હજાર રોગોમાં સપડાયા હોઈએ તો યજ્ઞ કરવામાં ઉપયોગી અને રસદાર ઓસડ (ઔષધ તરીકે વપરાતી વનસ્પતિ) અમને અમારું કથળેલું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે”

Ø અથર્વવેદના આ મંત્રોમાં, જુદા જુદા અંકની સંખ્યાઓનો ઉલ્લેખ છે.

યજુર્વેદ ૧૭.૨૪

“૧,૩,૩; ૫,૫; ૭,૭; ૯,૯; ૧૧,૧૧; ૧૩,૧૩; ૧૫,૧૫; ૧૭,૧૭; ૧૯,૧૯; ૨૧,૨૧; ૨૩,૨૩; ૨૫,૨૫; ૨૭,૨૭; ૨૯,૨૯; ૩૧,૩૧; ૩૩ - આ સંખ્યાઓ મારા ઉપયોગમાં આવે. તે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ વડે ગાણિતિક કોયડાઓ ઉકેલવામાં મદદરૂપ થાય”

Ø યજુર્વેદના આ શ્લોકમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓનો ઉલ્લેખ છે.
  
ઋગ્વેદ ૧.૮૪.૧૩

શત્રુઓ દ્વારા હરાવવો મુશ્કેલ એવો શક્તિશાળી રાજા ઇન્દ્ર, કુશળ સેનાપતિની વ્યૂહરચના વડે એના શત્રુઓને મારે છે જેવી રીતે નવનો અંક નેવું સુધીની સંખ્યામાં એના ગુણાંકમાં આવતી સંખ્યાઓને નિ:શેષ ભાગે છે

Ø ઋગ્વેદના આ શ્લોકમાં ગુણાકાર, ભાગાકારનો ઉલ્લેખ છે.

આ ઉપરાંત,

ઋગ્વેદ મંત્ર ૮.૩૮.૧૩માં ૧,૦૦,૦૦૦ (એક લાખ)નો ઉલ્લેખ છે. યજુર્વેદ મંત્ર ૧૭.૨માં પરધ સુધીની સંખ્યા (એટલે કે ૧૦ નો ૧૮ વર્ગ - ૧૦ને ૧૮ વખત ગુણતાં મળતી સંખ્યા)નો ઉલ્લેખ છે.



ભૂમિતિ

ઋગ્વેદ ૨.૫૨.૫

“ઇન્દ્ર - વીજળીની વાદળ - વૃત્ર સાથેની આનંદદાયક લડાઈમાં વાતાવરણીય હવા (મરુત) એવી રીતે સાથ આપે છે જેવી રીતે નદી નીચાણવાળી જગ્યામાં વહી જાય છે. ચમકતી અને અમાપ શક્તિ ધરાવતી આ વીજળી, વાદળ ઉપર જોરથી ત્રાટકે છે જેવી રીતે બહારનું ત્રિકોણ વર્તુળના પરિઘને છેદે છે”

ઋગ્વેદના આ શ્લોકમાં વર્તુળના પરિઘની વ્યાસ સાથેના પ્રમાણની ભૌમિતિક ધારણાનો ઉલ્લેખ છે. આમાં કહેવાયું છે કે "ત્રિકોણ, વર્તુળને છેદે છે". એવું માનવામાં આવે છે કે વર્તુળનો વ્યાસ એના પરિઘ કરતાં ૧/૩ જેટલો હોય છે. આથી એના ભાગાકારને ત્રિકોણ કહે છે. જો ત્રિકોણ મોટો હોય તો તે વર્તુળને છેદે છે. જો ત્રિકોણ નાનો હોય તો તે વર્તુળમાં સમાઈ જાય છે. જો ત્રિકોણ સરખો હોય તો તે વર્તુળને બરાબર સ્પર્શ કરે છે. જો પરિઘ ૨૨ હોય તો વ્યાસ ૭ કરતાં વધારે હોવો જોઈએ. આમ, આ શ્લોકમાં પાઈ ૨૨/૭નો આડકતરોઉલ્લેખ છે.



તબીબી વિજ્ઞાન

શસ્ત્રક્રિયા (સર્જરી)

અથર્વવેદના શ્લોક ૬.૧૩૯.૫માં વીર્યવતી નામની ઔષધીનો ઉલ્લેખ છે જે દર્દીના કપાયેલા અંગોને જોડવામાં વપરાય છે જેવી રીતે નોળિયો સાપના ટુકડા કરીને ફરી જોડે છે.

ઋગ્વેદના શ્લોક ૧.૧૧૬.૮માં એવો ઉલ્લેખ છે કે અશ્વિન નામના વૈધએ અત્રી નામના દર્દીનો તાવ ઉતારવા બરફનો ઉપયોગ કર્યો હતો.

ઋગ્વેદના શ્લોક ૧.૧૧૬.૧૦માં એવો ઉલ્લેખ છે કે અશ્વિન નામના વૈધએ ચ્યવન નામના વૃદ્ધની કાયાકલ્પ કરીને એને ફરી યુવાન બનાવી દીધો હતો.

ઋગ્વેદના શ્લોક ૧.૧૧૬.૧૪ અને ૧.૧૧૬.૧૬માં એવો ઉલ્લેખ છે કે અશ્વિન નામના વૈદ્યએ બે અંધ વ્યક્તિઓને દેખતા કરી દીધા હતા.

ઋગ્વેદના શ્લોક ૧.૧૧૬.૧૫માં એવો ઉલ્લેખ છે કે એક યુદ્ધમાં વિસ્પાલા નામની રાણીના પગનો નળો ઘવાયો હતો જેવી રીતે પક્ષીની પાંખ કપાઈ ગઈ હોય. અશ્વિન નામના વૈદ્યએ રાતે જ એને કૃત્રિમ નળો નાંખી આપ્યો હતો અને તે બીજે દિવસે યુદ્ધ કરવા લાગી હતી.

ઋગ્વેદના શ્લોક ૮.૧.૧૨માં એવો ઉલ્લેખ છે કે ઇન્દ્રએ કોઈ પણ દવા વાપર્યા વિના, લોહી નીંગળતા ગળા ઉપરના ઘા પર ટાંકા લઈને એને એકદમ વ્યવસ્થિત કરી દીધું હતું.

અથર્વવેદના શ્લોક ૧.૩.૭માં, મૂત્રાશયમાંથી મૂત્રનો ભરાવો દુર કરવા માટે અત્યારે વપરાય છે એવા કેથેટર જેવા નળાકાર સાધનનો ઉલ્લેખ છે. જેવી રીતે પાણીનો ભરાવો દુર કરવા બંધને ખોલવામાં આવે છે એવી રીતે મૂત્રમાર્ગને ખોલવાની પદ્ધતિ આ શ્લોકમાં દર્શાવી છે.


રોગ અને દવા

અથર્વવેદના શ્લોકોમાં તાવ, હરસ, રક્તપિત્ત, ક્ષય, રક્તસ્ત્રાવ, વા, આંખના રોગ, કાનના રોગ, વાળના રોગ, ચેપી રોગ, ગાંડપણ જેવા રોગ અને તેના માટેની દવાનો ઉલ્લેખ છે.

અથર્વવેદના શ્લોક ૧૯.૨.૪માં પાણીનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. એમાં જણાવ્યું છે કે વરસાદી પાણી અને ઝરાના પાણીમાં વીજશક્તિ હોય છે જે શરીરને ઘોડા જેવું સ્ફૂર્તિલું બનાવે છે.

અથર્વવેદના શ્લોક ૧૯.૨૬.૧ અને યજુર્વેદના શ્લોક ૩૪.૫૧માં એવો ઉલ્લેખ છે કે સોનાને અગ્નિમાં બાળીને એનો દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. સોનાની ભસ્મ ઘણા રોગમાં દવા તરીકે વપરાય છે.

અથર્વવેદના શ્લોક ૯.૮.૧માં એવો ઉલ્લેખ છે કે સૂર્યકિરણોના ઉપચારથી તમામ પ્રકારના શિરદર્દ, કાનના દુખાવા અને ચામડીના રોગ મટાડી શકાય છે.


ENGLISH TRANSLATION OF ABOVE FACTS


Modern Science Facts mentioned in Ancient Vedas


ASTRONOMY

MOTION OF EARTH

Rig Veda 10.22.14

“This earth is devoid of hands and legs, yet it moves ahead. All the objects over the earth also move with it. It moves around the sun.”

Ø This stanza of Rig Veda mentions that earth moves around the sun.

Rig Veda 10.149.1

“The sun has tied Earth and other planets through attraction and moves them around itself as if a trainer moves newly trained horses around itself holding their reins.”

Ø This stanza of Rig Veda mentions gravitational force of Sun towards Planets and earth, planets move around the sun.

GRAVITATIONAL FORCE

Rig Veda 8.12.28

“O Indra! By putting forth your mighty rays, which possess the qualities of gravitation and attraction-illumination and motion – keep up the entire universe in order through the Power of your attraction.”

Ø This stanza of Rig Veda mentions gravitational force of Universe.

Rig Veda 1.6.5, Rig Veda 8.12.30

“O God, You have created this Sun. You possess infinite power. You are upholding the sun and other spheres and render them steadfast by your power of attraction.”

Ø This stanza of Rig Veda mentions gravitational force of Universe.

Yajur Veda 33.43

“The sun moves in its own orbit in space taking along with itself the mortal bodies like earth through force of attraction.”

Ø This stanza of Yajur Veda mentions gravitational force of Sun towards Planets and earth, planets move around the sun.
  
Rig Veda 1.35.9

“The sun moves in its own orbit but holding earth and other heavenly bodies in a manner that they do not collide with each other through force of attraction.

Ø This stanza of Rig Veda mentions gravitational force of Sun towards Planets and explains that Sun holds these space objects through gravitational force to save them from colliding with each other.

Rig Veda 1.164.13

“Sun moves in its orbit which itself is moving. Earth and other bodies move around sun due to force of attraction, because sun is heavier than them.

Ø This stanza of Rig Veda mentions that the planets move around Sun due to its gravitational force because Sun is heavier than them, i.e. gravitational force of heavier objects towards lighter objects.

Atharva Veda 4.11.1

“The sun has held the earth and other planets”

Ø This stanza of Atharva Veda mentions gravitational force of Sun towards Earth and other Planets.

LIGHT OF MOON

Rig Veda 1.84.15

“The moving moon always receives a ray of light from sun”

Ø This stanza of Rig Veda mentions that Moon is not self illumined but receives its light from Sun.

Rig Veda 10.85.9

“Moon decided to marry. Day and Night attended its wedding. And sun gifted his daughter “Sun ray” to Moon.”

Ø This stanza of Rig Veda mentions fortnight cycles of Moon and that it receives its light from Sun.

ECLIPSE

Rig Veda 5.40.5

“O Sun! When you are blocked by the one whom you gifted your own light (moon), then earth gets scared by sudden darkness.”

Ø This stanza of Rig Veda mentions that Sun is blocked by Moon that creates darkness on the Earth, i.e. Eclipse.

COMET

Rig Veda stanza 5.11.3

“The comet which is highly brilliant is born from the sun. Other luminous forces strengthen it when it comes in their contact. The smoke of this Suchi Agnih mounting to sky forms comet.”

Ø This stanza of Rig Veda mentions formation of comet.

COSMIC RAYS

The Vedas mention groups of cosmic rays. Vayo group means heat waves, Marut group means magnetic power, Ribhu group means solar rays.

DUST IN SPACE

In the Vedas term rajas is used for the dust. These tiny dust particles are found in space. Word pansu is also meant to express these particles. In Yajurveda and Rig Veda term pansure has been used for the interstellar space full of particles.




PHYSICS

TELEGRAPHY

Rig Veda 1.119.10

“With the help of bipolar forces (Asvins), you should employ telegraphic apparatus made of good conductor of electricity. It is necessary for efficient military operations but should be used with caution.”

Ø This stanza of Rig Veda mentions use of Telegraphic equipment for Military operations.

SHIPS AND AIRPLANES

Rig Veda 1.46.8

“O king and scientist, you both have your enormously heavy ships on the shores of the seas and all the means and knowledge visit you.”

Rig Veda 1.116.5

“O king and scientist, it is the heroic deed of yours in the ocean which is unfathomable and supportless, that you carry the people sailing in the ship of hundred oars to their home.”

Ø These stanzas of Rig Veda mention use of Ship.

Rig Veda 2.40.3

“O king and learned man, you are the doers of good of people and you give the people for their benefit the airship which is Vimanam and is seven wheeled and measures out the whole region of the earth and space and moves everywhere and which does not stir anything, which is in reality the form of materials harnessed by the mind equipped with five artifices.”

Rig Veda 1.118.1

“O king and scientist, the artificial craft under your possession is falcon-shaped, comfortable, speedier than the mind of mortal, three-engined, and it moves hither and fleets like wind. Ye fulfill the need of people.”

Ø These stanzas of Rig Veda mention use of Airplane.


Rig Veda Stanza 1.116.3, 1.116.4, 10.62.1, 1.116.5, 1.116.6, 1.34.2, 1.34.7 and 1.48.8 mention mechanism of Ships and Airplanes. Swami Dayanand has explained this in his “Introduction to Vedas” (1876). The scientists at IISC have also concluded that this mechanism mentioned in Rig Veda as explained by Swami Dayanand is feasible.

LIGHT

Rig Veda Stanza 1.50.4 mentions the high speed of the light. It states that the Sun quickly invades the whole world.

Rig Veda Stanza 8.72.16 mentions the seven rays of the Sun light. These are seven colours – Violet, Indigo, Blue, Green, Yellow, Orange, Red.

ENERGY

Rig Veda 1.164.13

“The cycle or wheel of the universe in which the five elements are fixed like spokes is in motion and all the worlds are bound therein. The axle of this wheel bearing heavy load on it, does not get hot and does never become tottered as it has in it the resistance of eternal cause and is moving from the immemorial.”

Ø This stanza of Rig Veda mentions that Energy is the property of elements, more clearly it is the property of five elements and their modifiations (air, fire, earth, water and akasa).



CHEMISTRY

FORMATION OF WATER

Rig Veda 1.2.7

“I take to utilize into process the mitram - the hydrogen gas which is pure, best purifier and highly heated and the varuna – the oxygen which eats up or rusts all the base metals, they perform the demonstration of forming water.”

Rig Veda 7.33.7

“Let one who is desirous to form water by the combination of two substances take pure hydrogen gas highly heated and oxygen gas possessed of the property of risadha (to rust all the base metals), and let him combine them to form water.”

Ø These stanzas of Rig Veda mention formation of water from hydrogen and oxygen. They also mention properties of hydrogen and oxygen.



BIOLOGY

Aitereya Upnishad 1.1.3 mentions that the life has its origin from water.

Aitereya Upnishad 1.1.4 mentions about development of the embryo. It says that first its mouth was formed, then nostrils, then eyes, then ears, then heart, then umbilical cord, then genital organs were formed – Modern science agrees with this sequence of formation in an embryo.



MATHEMATICS

Atharva Veda 5.15.1 to 5.15.11

“Used in performing yajna and full of juicy potentialities the herb make us regain health if we are attacked by one disease or ten, by two or twenty, by three or thirty, by four or forty, by five or fifty, by six or sixty, by seven or seventy, by eight or eighty, by nine or ninety and by ten or hundred or by hundred or thousand”

Ø These stanzas of Atharva Veda mention the numbers of different digits.

Yajur Veda 17.24

“The numbers 1,3,3;5,5;7,7;9,9;11,11;13,13;15,15;17,17;19,19;21,21;23,23;25,25;27,27;29,29;31,31;33 may be for my use and they may solve various mathematical problems through the process of addition, subtraction, multiplication and divison”

Ø This stanza of Yajur Veda mentions addition, subtraction, multiplication, division.

Rig Veda 1.84.13

“Indra, the powerful king whom enemies cannot ever overpower, kills his foes by the strategies of wise commander just like the unit nine divides all its multiplied units upto ninety”

Ø This stanza of Rig Veda mentions multiplication, division.

Also,
Rig Veda Stanza 8.38.13 mentions the number 1,00,000 (1 Lac). Yajur Veda Stanza 17.2 mentions number up to Parardha i.e. 10 power 18.



GEOMETRY

Rig Veda 2.52.5

“In the pleasant strife of Indra, the electricity with vritra, the cloud, atmospheric air (marutah) go to cooperation just like rivers flow in the low places. This electricity equipped with lightning and being uncontrollable in its power strongly strikes the clouds in such a manner as the external triangle crosses the circumference of circles”

Ø This stanza of Rig Veda mentions the geometrical conception of a ratio of circumference to diameter of a circle. It says ‘triangle crosses the circle”. It is a belief that diameter is almost one third of the circumference, therefore the ratio is called trita, the triangle. When the tritas, i.e. triangles are more, they cross the circle. If they are less, they submerge in the circle. When trita is exact, it actually fits in the circle. If the circumference is 22, the diameter must be more than 7. Thus the method of pie 22/7 is referred to in this stanza.



MEDICAL SCIENCE

SURGERY

Atharva Veda Stanza 6.139.5 mentions a herb – viryavati that can be used to join the cut parts of the patient just like the mongoose divides the snake into parts and joins together again.

Rig Veda Stanza 1.116.8 mentions that Asvianu, the physician and surgeon, treated Atri with ice to cure fever.

Rig Veda Stanza 1.116.10 mentions that Asvianu, the physician and surgeon, rejuvenated the old man Chyavana and made him youthful again.

Rig Veda Stanza 1.116.14 and 1.116.16 mention that Asvianu, the physician and surgeon, gave normal vision to two blind persons.

Rig Veda Stanza 1.116.15 mentions that queen Vispala’s lower limb was severed in a battle, just like a bird’s wing is cut off. But Asvianu, the physician and surgeon, applied artificial limb to her at night, so that she fought the battle again.

Rig Veda Stanza 8.1.12 mentions that Indra used no medicine, but before bleeding occured from the neck, he sutured the wound and repaired the part perfectly.

Atharva Veda Stanza 1.3.7 mentions some tubular instrument like Catheter to relieve retention of urine. It mentions to open the normal way of urinal organ in such a manner as the let-out of a bund is opened for the swift flow of water.

DISEASE AND MEDICINE

Stanzas from Atharva Veda mention Disease like Fever, Piles, Leprosy, Tuberculosis, Haemorrahge, Sciatica, Skin disease, Eye disease, Hair disease, Contagious disease and Insanity and medicine for their cure.

Atharva Veda Stanza 19.2.4 mentions use of Water as medicine. It mentions that waters from rain and waters from fountains are endowed with the power of electricity and they make the body elastic like that of horse.

Atharva Veda Stanza 19.26.1 and Yajur Veda Stanza 34.51 mention that Gold may be used as medicine when calcined in fire. The ashes of gold are very much useful and can be administered in different disease as medicine.

Atharva Veda Stanza 9.8.1 mentions that Sun’s rays cure all pains and aches that rock the head, earache and disease like erysipelas.

No comments: